અદ્યતન થયાની અંતિમ તારીખ: સપ્ટેમ્બર 26, 2014

DRAGON DICTATION સાથે SWYPE ઉપયોગકર્તા લાઇસન્સ કરાર

આ તમારી (SWYPE અને/અથવા DRAGON DICTATIONનો ઉપયોગ કરનાર વ્યક્તિ અથવા સંસ્થા) અને NUANCE COMMUNICATIONS, INC. ("NUANCE") વચ્ચે એક કાયદાકીય કરાર છે. ("NUANCE"). કૃપા કરી નિમ્નલિખિત શરતો ધ્યાનપૂર્વક વાંચો.

SWYPE સોફ્ટવેર અને/અથવા DRAGON DICTATION સેવા ઇન્સ્ટૉલ કરવા અને તેમનો ઉપયોગ કરવા માટે તમારે આ ઉપયોગકર્તા લાઇસન્સ કરાર("કરાર")ની શરતો સ્વીકારવી પડશે. "ACCEPT" બટન ક્લિક કરીને તમે આ કરારની શરતોને આધીન થવા સંમત થાવ છો. આ નિયમો અને શરતોનો સ્વીકાર કર્યા વિના તમે SWYPE સોફ્ટવેર અથવા DRAGON DICTATION સેવાનો કોઇ પણ રીતે ઉપયોગ કરી શકશો નહીં.

Swype સોફ્ટવેર અને Dragon Dictation સેવા એવા ક્લાયન્ટ/સર્વર એપ્લિકેશન્સની બનેલી છે જે ઉપકરણોના ઉપયોગકર્તાઓને આ પ્રકારના ઉપકરણોનાં કેટલાંક કાર્યોને ટેક્સ્ટ ઇનપુટ અને બોલાયેલી સૂચનાઓ દ્વારા નિયંત્રિત કરવાને સક્ષમ બનાવે છે, જેમાં ટેક્સ્ટ અને ઇ-મેલ સંદેશા લખવાનો સમાવેશ થાય છે, પણ, તેના સુધી સીમિત નથી. નિમ્નલિખિત સામાન્ય શરતો અને નિયમો તમને Swype સોફ્ટવેર ડાઉનલોડ, ઇન્સ્ટૉલ અને ઉપયોગ કરવા દે છે, જેમાં કોઇ પણ વધારાનું Swype સોફ્ટવેર, જે Nuance અને તેનાં સપ્લાયર તમારા માટે ઉપલબ્ધ કરાવે, ("સોફ્ટવેર"), જે ટેક્સ્ટ ઇનપુટ પદ્ધતિ પૂરી પાડે, અને ઉપયોગકર્તાને કોઇ Nuance સંપત્તિમાં ઇનસ્ટૉલ કરેલ Dragon Dictation સર્વર એપ્લિકેશન્સ ("સેવા"), અને Nuance દ્વારા સોફ્ટવેરનો ઉપયોગ કરવા અને સેવાને પહોંચવા માટે પૂરાં પાડવામાં આવેલ કોઇ પણ સાથેના દસ્તાવેજો સામેલ છે.

1. લાઇસન્સ આપવું. Nuance અને તેના સપ્લાયરો તમને ("લાઇસન્સ ધારકને"),એક અંગત, બિન-સમાવેશક, બિનહસ્તાંતરણક્ષમ, બિન-ઉપલાઇસન્સક્ષમ, રદ કરવા પાત્ર, માત્ર ઑબજેક્ટ કોડ રૂપી સીમિત લાઇસન્સ આપે છે, જેનાથી તમે ફક્ત એક ઉપકરણ પર સોફ્ટવેર ઇન્સ્ટૉલ કરી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો, અને આ પ્રકારના ડિવાઇસ પર સોફ્ટવેર વડે આ સેવા સુધી માત્ર એ જ દેશો અને ભાષાઓમાં પહોંચ બનાવી શકશો, જેમાં Nuance અને તેનાં સપ્લાયરો દ્વારા આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હોય. "ડિવાઇસ" Nuanceની વેબસાઇટ http://www.nuancemobilelife.com, જેને સમયાંતરે Nuance દ્વારા અપડેટ કરવામાં આવી શકે છે, પર વર્ણન કર્યા મુજબ એક અધિકૃત મોબાઇલ ઉપકરણ છે. ઉપરાંત તમે સ્વીકારો અને સંમત થાવ છો, કે Nuance વધારાના સોફ્ટવેર ડાઉનલોડ ઉપલબ્ધ કરાવી શકે છે, જેમાં ભાષાઓ, કીબૉર્ડ અથવા ડિક્શનરીઓ સામેલ છે, પણ તેના સુધી સીમિત નથી, અને એ પણ કે તમે આ પ્રકારના વધારાના સોફ્ટવેર ડાઉનલોડનો ઉપયોગ માત્ર અહીં પૂરાં પાડવામાં આવેલ સોફ્ટવેર સાથે કરી શકશો, અને તમારા વડે આ પ્રકારના કોઇ પણ વધારાના સોફ્ટવેર ડાઉનલોડનો ઉપયોગ આ કરારના નિયમો અને શરતોને આધીન છે. તમારા સોફ્ટવેર અને સેવાના ડાઉનલોડ અને સેવા સંબંધે તમે તમને લાગુ પડતી કોઇ પણ ફી, જે ત્રીજા પક્ષ દ્વારા લેવામાં આવે છે (એટલે કે, Google, Amazon, Apple), જે સમયાંતરે બદલાઇ શકે છે, તેની જવાબદારી તમારી રહેશે. આ કરારમાં દર્શાવ્યા મુજબ તમે સોફ્ટવેર અથવા સર્વિસના ઉપયોગ માટે ત્રીજા પક્ષને કરેલ કોઇ પણ ચૂકવણીનું રિફંડ આપવા માટે Nuance બાધ્ય નથી. આ ઉપરાંત તમે સ્વીકારો છો અને સંમત થાવ છો, કે સોફ્ટવેર અને સર્વિસ ડેટા મોકલવા અને મેળવવા માટે તમારા વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરશે, અને એ પણ, કે તમારા મોબાઇલ ઑપરેટર અને ત્રાહિત પક્ષો તમને સોફ્ટવેર અને સેવાના એરટાઇમ, ડેટા અને /અથવા ઉપયોગ ફીનો શુલ્ક લગાડી શકે.

2. લાઇસન્સધારકની ફરજો.

2.1. મર્યાદાઓ. તમે આમ કરી શકશો નહીં (સિવાય કે કાયદા વડે તેની પરવાનગી મળતી હોય): (a) Nuance દ્વારા લેખિત પરવાનગી મળ્યા સિવાય સોફ્ટવેર વડે અથવા સર્વિસને કોઇ પણ ઑટેમેટેડ અથવા રેકૉર્ડ કરેલ ક્વેરીઝ મોકલવી; (b) સોફ્ટવેર અને સર્વિસનો ઉપયોગ તમારા પોતાના ઉપયોગ માટે સિવાય કોઇ રીતે કરવો; (c) સર્વિસ સુધી સોફ્ટવેર સિવાયના કોઇ અન્ય માધ્યમથી પહોંચ પ્રાપ્ત કરવી; (d) સોફ્ટવેર અથવા તેના કોઇ ભાગની નકલ, પુનરુત્પાદન, વિતરણ અથવા કોઇ પણ રીતે તેનું ડુપ્લિકેટ બનાવવું; (e) સોફ્ટવેર અથવા સેવામાંના કોઇ પણ અધિકારો પૂર્ણ અથવા આંશિક રૂપે વેચાણ ભાડે, લાઇસન્સ દ્વારા, કે ઉપલાઇસન્સ દ્વારા આપી, વિતરણ કરી, સોંપી, હસ્તાંતરિત કરી કે બીજી કોઇ પણ રીતે આપવા; (f) સોફ્ટવેર અથવા સેવાને પરિવર્તિત, પોર્ટ, કે અનુવાદિત કરી શકશો નહીં કે તેમાંથી નિષ્પન્ન કરેલ વસ્તુ બનાવવી; (g) કોઇ પણ રીતે સોફ્ટવેર અથવા સર્વિસને ડિકમ્પાઇલ, ખોલી, રિવર્સ એન્જિનિયર કરી કે બીજી કોઇ પણ રીતે કોઇ પણ સોર્સ કોડ, તેના નિહિત ખયાલો કે ઍલ્ગરિધમ મેળવવા, પુનર્નિર્માણ કરવા, ઓળખવા કે શોધવાનો પ્રયત્ન કરવો; (h) સોફ્ટવેરમાંથી કોઇ પણ ટ્રેડમાર્કવાળી નોટિસો, લેબલ કે નિશાની કાઢવી; અથવા (i) સોફ્ટવેર અથવા સેવાનો કોઇ ત્રાહિત પક્ષ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ઉત્પાદનો અથવા સેવાઓ સાથે સરખામણી કરવા અથવા માનદંડ રૂપે ઉપયોગ કરવો.

3. ટ્રેડમાર્ક સંબંધી અધિકારો.

3.1. સોફ્ટવેર અને સેવા. Nuance અને તેને લાઇસન્સ દ્વારા ઉપલબ્ધ કરાવનારાઓ સોફ્ટવેર અને સેવાના બધા જ અધિકારો, હક અને લાભના માલિક છે, જેમાં બધી જ પેટન્ટ, કૉપીરાઇટ, ટ્રેડ સિક્રેટ, ટ્રેડમાર્ક અને તેની સાથે સંકળાયેલા અન્ય બૌદ્ધિક સંપત્તિ સંબંધી અધિકારો સામેલ છે, પણ તેના સુધી સીમિત નથી, અને આવા હકોના બધા જ અધિકારો Nuance અને/અથવા તેના લાઇસન્સ ઉપલબ્ધ કરાવનારાઓ પાસે રહેશે. સોફ્ટવેર અથવા સેવાની અનધિકૃત નકલ કરવી, અથવા ઉપરોક્ત મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી આ કરાર અને તે દ્વારા અપાયેલ બધાં જ લાઇસન્સ આપોઆપ રદ થઇ જશે, અને Nuanceને તેના ભંગના કારણે મળવાપાત્ર બધી જ કાયદાકીય અને વાજબી ક્ષતિપૂર્તિ ઉપલબ્ધ કરાવશે.

3.2. ત્રીજા પક્ષનું સોફ્ટવેર. સોફ્ટવેરમાં ત્રીજા પક્ષે બનાવેલ સોફ્ટવેર હોઇ શકે છે, જેના માટે નોટિસો અને/અથવા વધારાના નિયમો અને શરતો જરૂરી છે. આવી જરૂરી ત્રીજા પક્ષના સોફ્ટવેરની નોટિસો અને/અથવા વધારાના નિયમો અને શરતો અહીં સ્થિત છે http://swype.com/attributions અને તે આ કરારમાં ઉલ્લેખ દ્વારા તેનો ભાગ બનાવવામાં અને સામેલ કરવામાં આવે છે. આ કરારનો સ્વીકાર કરી, તમે વધારાના નિયમો અને શરતો, જો કોઇ હોય તો, તેમનો પણ સ્વીકાર કરો છો.

3.3. વાણીસંબંધી ડેટા અને લાઇસન્સિંગ ડેટા.

(a) વાણીસંબંધી ડેટા. સેવાના ભાગ રૂપે, Nuance નીચે વ્યાખ્યા કર્યા મુજબ વાણી સંબંધી ડેટા એકઠો કરી તેનો ઉપયોગ કરે છે જેથી સેવાના વાણી-ઓળખ અને અન્ય ઘટકો, અને અન્ય Nuance સેવાઓ અને ઉત્પાદનોમાં ફેરફાર કરી શકાય, તેને વધુ ઉન્નત બનાવી શકાય અને તેમાં સુધાર કરી શકાય. આ કરારના નિયમો અને શરતો સ્વીકારી તમે સ્વીકારો છો અને સંમત થાવ છો કે Nuance સેવાના ભાગરૂપે વાણી સંબંધી ડેટા એકઠો કરી શકે અને એ પણ કે આ માહિતીનો ઉપયોગ માત્ર Nuance અથવા Nuanceની સૂચના હેઠળ કામ કરતા ત્રીજા પક્ષો દ્વારા, ગુપ્તતા કરારો પ્રમાણે, સેવાના વાણી-ઓળખ અને અન્ય ઘટકો, અને અન્ય Nuance સેવાઓ અને ઉત્પાદનોમાં ફેરફાર કરવા, તેને વધુ ઉન્નત બનાવવવા અને તેમાં સુધાર કરવા માટે કરવામાં આવશે. Nuance વાણી સંબંધી ડેટામાંની કોઇ પણ માહિતીનો ઉપયોગ ઉપર સ્પષ્ટ કર્યા છે તે સિવાયના કોઇ પણ હેતુ માટે કરશે નહીં. "વાણી સંબંધી ડેટા" નો અર્થ છે તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલ અથવા સર્વિસના ઉપયોગના પરિણામે તૈયાર થયેલ કોઇ પણ ઑડિયો ફાઇલ્સ, સંબંધિત લેખન (સાંભળીને તૈયાર થયેલ), અને લૉગ ફાઇલો. તમે પૂરો પાડેલ કોઇ પણ વાણી સંબંધી ડેટા ગુપ્ત રહેશે અને જો આવશ્યક થાય તો, કોઇ પણ કાયદાકીય અથવા નિયમાધીન જરૂરિયાત પૂરી કરવા માટે, જેમ કે કોઇ અદાલતના હુકમથી અથવા સરકારી સંસ્થાના હુકમથી, જો તે કાયદા હેઠળ જરૂરી અથવા અધિકૃત હોય, કે પછી Nuance દ્વારા કોઇ અન્ય સંસ્થાને વેચાણ, તેની સાથે વિલીનીકરણ અથવા કોઇ અન્ય વ્યવસાય દ્વારા સંપાદિત થઇ જવાય, તો તે જાહેર કરવામાં આવી શકે.

(b) લાઇસન્સિંગ ડેટા. સોફ્ટવેર અને સર્વિસના ભાગરૂપે Nuance અને તેનાં સપ્લાયર નીચે વ્યાખ્યા કર્યા મુજબ લાઇસન્સિંગ સંબંધિત ડેટા પણ એકઠી કરી તેનો ઉપયોગ કરે છે. તમે સ્વીકારો છો, પરવાનગી આપો છો અને સંમત થાવ છો કે Nuance સોફ્ટવેર અને સેવા પૂરી પાડવાના ભાગરૂપે લાઇસન્સિંગ સંબંધિત ડેટા એકઠી કરી શકે. લાઇસન્સિંગ સંબંધિત ડેટાનો ઉપયોગ Nuance અથવા Nuanceની સૂચના હેઠળ ચાલતા ત્રાહિત પક્ષો દ્વારા, ગુપ્તતા કરારો પ્રમાણે, સેવાના વાણી-ઓળખ અને અન્ય ઘટકો, અને તેનાસેવાઓ અને ઉત્પાદનો વિકસાવવા, તેમનું નિર્માણ કરવા અને તેમાં સુધાર કરવા માટે કરવામાં આવે છે. લાઇસન્સિંગ સંબંધિત ડેટાને બિન-અંગત માહિતી માનવામાં આવે છે કારણ કે લાઇસન્સિંગ સંબંધિત ડેટા એવા સ્વરૂપમાં હોય છે, જેને સીધો કોઇ ખાસ વ્યક્તિ સાથે જોડી શકાય નહીં. "લાઇસન્સ સંબંધી ડેટાની" નો અર્થ છે સોફ્ટવેર અને તમારા ઉપકરણ વિશેની માહિતી, દાખલા તરીકે: ઉપકરણની બ્રાંડ, મૉડલ નંબર, ડિસ્પ્લે, ઉપકરણ ID, IP એડ્રેસ, અને તેના જેવી માહિતી.

(c) તમે સમજો છો કે સોફ્ટવેર અને સેવાના તમારા ઉપયોગથી તમે અહીં દર્શાવ્યા મુજબ વાણી સંબંધી ડેટા અને લાઇસન્સિંગ સંબંધી ડેટા એકઠો કરવા અને તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપો છો, જેમાં Nuance અને તેના ત્રીજા પક્ષના ભાગીદારો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ અને/અથવા અન્ય દેશોમાં સંગ્રહ, પ્રોસેસિંગ અને ઉપયોગ માટે તેને સ્થાનાંતરિત કરવાની પરવાનગીનો સમાવેશ થાય છે.

(d) વાણી સંબંધી ડેટા અને લાઇસન્સિંગ સંબંધી ડેટા Nuanceની લાગુ પડતી ગોપનીયતા નીતિને આધીન છે. વધુ માહિતી માટે Nuanceની ગોપનીયતા નીતિ અહીં જુઓhttp://www.nuance.com/company/company-overview/company-policies/privacy-policies/index.htm.

4. સપોર્ટ. સોફ્ટવેર અને સેવાના મૂલ્યાંકન અને પરીક્ષણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લાઇસન્સધારક અહીં Nuanceના વારંવાર પૂછાતા પ્રશ્નો જોઇ શકશેhttp://www.nuancemobilelife.com. વધારાની મદદ માટે લાઇસન્સધારક ઉપરોક્ત વેબસાઇટ વડે આ મદદ માંગી શકે, અને Nuance કર્મચારીઓની ઉપલબ્ધતા પ્રમાણે, Nuance લાઇસન્સધારકને ખોટ સંબંધી અને/અથવા સોફ્ટવેરના કાર્યો અને વિશેષતાઓ બાબતે સ્પષ્ટીકરણને લગતી વાજબી સપોર્ટ સેવાઓ ફેક્સ, ઇ-મેલ અથવા અન્ય માધ્યમ વડે પૂરી પાડી શકે. Nuance Support તમારા પ્રશ્નોના જવાબ 48 કાર્ય કલાકોની અંદર આપશે (જેમાં વીકએન્ડ્સ અને કાયદાકીય/કંપનીની રજાઓનો સમાવેશ થતો નથી).

5. વૉરંટીઓનો જાહેર ઇન્કાર. તમે સ્વીકારો છો કે NUANCE અને તેના લાઇસન્સ પૂરું પાડનારાઓ સોફ્ટવેર અને સેવા તમને માત્ર સોફ્ટવેર અને સેવાનો ઉપયોગ કરવા સક્ષમ કરવા માટે પૂરાં પાડી રહ્યાં છે. પરિણામે, તમે તમારા ડેટા અને સિસ્ટમને નુકસાન અથવા ખોટથી બચાવવા માટે બધા જ જરૂરી સાવચેતીના અને રક્ષાત્મક પગલાં લેવા સંમત થાવ છો. NUANCE, તેના લાઇસન્સ પૂરું પાડનારાઓ અને સપ્લાયર સોફ્ટવેર અને સેવા "જેમ છે એમ,"તેની બધી જ ત્રુટિઓ સાથે અને કોઇ પણ પ્રકારની વૉરંટી વિના પૂરાં પાડે છે. લાગુ પડતા કાયદાના મહત્તમ અનુમતિપ્રાપ્ત વ્યાપ સુધી, NUANCE, તેના લાઇસન્સ પૂરું પાડનારાઓ અને સપ્લાયર્સ નિશ્ચિતપણે કોઇ પણ સ્પષ્ટ અથવા સૂચિત વૉરંટીનો અસ્વીકાર કરે છે, જેમાં વેચાણક્ષમતા, કોઇ ખાસ ઉદ્દેશ્ય માટે ઉપયોગક્ષમતા અથવા કાયદાનું ઉલ્લંઘન નહીં થવા સંબંધી કોઇ પણ વૉરંટીનો સમાવેશ થાય છે.

6. જવાબદારીની મર્યાદા. લાગુ પડતા કાયદા દ્વારા અનુમતિ અપાયેલ મહત્તમ સીમા સુધી કોઇ પણ કારણે NUANCE, તેના અધિકારીઓ, ડાયરેક્ટરો અને કર્મચારીઓ, તેના સપ્લાયરો અથવા તેના લાઇસન્સ ઉપલબ્ધ કરાવનારાઓ કોઇ પણ સીધા, આડકતરા, ખાસ, સાંયોગિક, પરિણામી કે દાખલારૂપ નુકસાન માટે કાયદેસર જવાબદાર થશે નહીં, આમાં નફો ખોવાથી થતું નુકસાન, ડેટા ખોવાથી થતું નુકસાન, ઉપયોગ ન કરી શકવો, વ્યવસાયમાં ભંગ પડવો, કે પછી કવરની કિંમત, જે સોફ્ટવેર અથવા સેવાના ઉપયોગમાંથી નિષ્પન્ન થાય છે, જે કોઇ પણ રીતે થયું હોય, જે કોઇ પણ જવાબદારીના સિદ્ધાંત હેઠળ થયું હોય, જો તેની જાણ કરવામાં આવી હોય તો પણ, અથવા તો તેમને આવા નુકસાનની સંભાવનાની અગાઉથી જાણ હોવી જોઇતી હતી તો પણ.

7. સમયગાળો અને સમાપ્તિ. આ કરાર તમે તેનાં નિયમો અને શરતો સ્વીકારો ત્યારે શરૂ થાય છે અને તે રદ કરવા પર પૂરો થાય છે. Nuance કોઇ પણ સમયે તેની વિવેકબુદ્ધિ પ્રમાણે આ કરાર, અને/અથવા તેની હેઠળ અપાયેલ લાઇસન્સ, કારણ સાથે અથવા વિના, તમને જાણ કરીને, કે સેવાનો સમય પૂરો થઇ ગયો હોય અથવા તે બંધ કરી દેવામાં આવી હોય, તો આ કરારનો અંત લાવી શકે છે. તમારા દ્વારા આ કરારના કોઇ પણ નિયમો કે શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આ કરાર આપોઆપ સમાપ્ત થઇ જશે. આ કરારનો અંત થયે તમો તરત જ સોફ્ટવેરનો ઉપયોગ બંધ કરશો અને તેની બધી જ નકલો ડિલીટ કરી દેશો.

8. નિર્યાત નિયમ અનુપાલન. તમે દાવો કરો છો અને ખાતરી આપો છે કે (i) તમે એવા કોઇ જ દેશમાં સ્થિત નથી જે યુ.એસ. સરકારના મનાઇહુકમને આધીન હોય, અથવા જેને યુ.એસ. સરકારે "આતંકવાદી સમર્થક" દેશ ઘોષિત કર્યો હોય; અને (ii) તમે યુ.એસ. સરકારની પ્રતિબંધિત અથવા સીમિત પક્ષોની યાદીમાં સામેલ નથી.

9. ટ્રેડમાર્ક. સોફ્ટવેર અથવા સેવા દ્વારા ઉપયોગમાં લેવાયેલ ત્રાહિત પક્ષોના ટ્રેડમાર્ક, ટ્રેડ નામ, ઉત્પાદનોના નામ અને લોગો ("ટ્રેડમાર્ક") જે તે માલિકના ટ્રેડમાર્ક અથવા રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે, અને આવા ટ્રેડમાર્કનો ઉપયોગ ટ્રેડમાર્કના માલિકના લાભાર્થે કરવામાં આવશે. આ ટ્રેડમાર્ક્સનો ઉપયોગ આંતરઉપયોગક્ષમતાને દર્શાવવા માટે કરવામાં આવ્યો છે અને તે આ દર્શાવતો નથી: (i) આ પ્રકારની કંપની સાથે Nuanceનું જોડાણ, અથવા (ii) આ પ્રકારની કોઇ કંપની દ્વારા Nuance અને તેના ઉત્પાદનો અને સેવાઓનું સમર્થન કે મંજૂરી.

10. નિયામક કાયદો. આ કરારનું નિર્ધારણ કૉમનવેલ્થ ઑફ માસચ્યુસેટ્સ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના કાયદા હેઠળ થશે, જેમાં તેના કોઇ પણ કાયદા અથવા સિદ્ધાંત સાથેના વિરોધને લક્ષમાં લેવાશે નહીં, અને તમો આ સાથે આ કરારમાંથી ઉત્પન્ન થતી કોઇ પણ તકરાર બાબતે ઉપરોક્ત કૉમનવેલ્થની સંઘીય અને રાજ્ય અદાલતના અપવર્જક અધિકારક્ષેત્રને આધીન થાવ છો. આ કરાર યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઑફ કૉન્ટ્રાક્ટ્સ ફોર ધ ઇન્ટરનેશનલ સેલ ઑફ ગુડ્ઝ દ્વારા નિયંત્રિત થશે નહીં, અને તેના લાગુ થવાને આ દ્વારા સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવે છે.

11. શરતો બદલાવાને પાત્ર. તમે સ્વીકારો છો અને સંમત થાવ છો, કે Nuance સમયાંતરે તમને તમે સાઇન અપ સમયે જે સરનામું પૂરું પાડ્યું હશે, જેમાં તમારું ઇ-મેલ એડ્રેસ સામેલ છે, તેના પર વાજબી નોટિસ આપ્યા પછી આ કરારના નિયમો અને શરતોમાં ફેરફાર કરી શકે છે. જો તમે કરારમાં આવા ફેરફારોને સંમત ન થાવ, તો તમારી પાસે એક માત્ર રસ્તો છે, સોફ્ટવેર અને સેવાનો ઉપયોગ બંધ કરવો. Nuance એ તમને આવા પરિવર્તનની સમીક્ષા માટે વાજબી સમય પૂરો પાડ્યો હોય પછી તમારા દ્વારા સોફ્ટવેર અથવા સર્વિસના કોઇ પણ ભાગનો ઉપયોગ ચાલુ રખાવો તમારા વડે આવા પરિવર્તનનો સ્વીકાર ગણવામાં આવશે.

12. સામાન્ય કાયદાકીય શરતો. તમે આ કરાર હેઠળના કોઇ પણ અધિકારો અથવા ફરજો Nuance ની અગાઉથી લેખિત સંમતિ વિના કોઇ પણ અધિકારે અથવા કર્તવ્યોને બીજાઓને સોંપી શકશો નહીં કે કોઇને હસ્તાંતરિત પણ કરી શકશો નહીં. આ કરાર તમારી અને Nuance વચ્ચેનો સંપૂર્ણ કરાર છે અને આ સોફ્ટવેર સંદર્ભે બીજા કોઇ પણ સંચાર અથવા જાહેરાતનું સ્થાન લે છે. જો આ કરારની કોઇ પણ જોગવાઇ અમાન્ય અથવા અપ્રવર્તનીય ઠરાવવામાં આવે, તો આ જોગવાઇમાં માત્ર અમાન્યતા અથવા અપ્રવર્તનીયતાને સુધારવા માટે આવશ્યક ફેરફાર કરવામાં આવશે અને આ કરારનો બાકીનો ભાગ સંપૂર્ણપણે અસરદાર રહેશે. Nuance દ્વારા આ કરારના કોઇ પણ અધિકાર અથવા જોગવાઇના અમલમાં વિફળતા આવા કોઇ પણ અધિકાર કે જોગવાઇનો પરિત્યાગ બનશે નહીં. આ કરારના ખંડ 2, 3, 5, 6, 7, 9, 10, અને 12 આ કરાર પૂરો થયે કે પૂરો કરવામાં આવે ત્યાર પછી પણ અમલમાં રહેશે.